આશુતોષ ગોવારીકરને મળ્યું ઇન્ટરનેશનલ સન્માન

આશુતોષ ગોવારીકરને મળ્યું ઇન્ટરનેશનલ સન્માન

આશુતોષ ગોવારીકરને મળ્યું ઇન્ટરનેશનલ સન્માન

Blog Article

બોલીવૂડમાં જાણીતા નિર્માતા-દિગ્દર્શક આશુતોષ ગોવારીકરને ગોવામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માટે ઈન્ટરનેશનલ જ્યુરીના ચેરમેન પદે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ‘જોધા અકબર’, ‘લગાન’ અને ‘સ્વદેશ’ જેવી ફિલ્મો બનાવનારા આશુતોષ ગોવારિકરે આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરીને કહ્યું કે તેઓ સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. 20થી 28 નવેમ્બર દરમિયાન ગોવામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આશુતોષ ગોવારીકરે કહ્યું હતું કે, સિનેમા સમયની સાથે સતત વિકસિત થઈ રહ્યું છે અને આ ઉત્ક્રાંતિને જોવા માટે ફિલ્મ ફેસ્ટિવલ કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા આ પરિવર્તનનું પ્રતીક છે અને તેનો ભાગ બનવાનું મને ગૌરવ છે. હું આ ફિલ્મ ફેસ્ટિવલના ડાયરેક્ટર શેખર કપૂર અને IFFI અને NFDC ટીમનો આ વર્ષની આંતરરાષ્ટ્રીય જ્યુરીનો આ અધ્યક્ષતા માટે મારો વિચાર કરવા બદલ આભાર માનું છું. સિનેમાની દુનિયામાં ભાગ લેવો એ મારા માટે એક વિશેષાધિકાર અને આનંદની વાત છે.’ શેખર કપૂરે કહ્યું હતું કે, ‘આશુતોષની ફિલ્મોએ વાર્તા કહેવાના વિશાળ અને વૈવિધ્યસભર સ્વરૂપોને સફળતાપૂર્વક પ્રદર્શિત કર્યા છે.’ માહિતી અને પ્રસારણ મંત્રાલય NFDC અને ESG સાથે મળીને ફેસ્ટિવલની 55મી આવૃત્તિનું આયોજન કર્યું છે.

Report this page